Corona Latest Update: આવતી કાલથી સમગ્ર દેશમાં Corona Vaccine ની ડ્રાય રન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને આજે ચાર રાજ્યોમાં વેક્સિનની ડ્રાય રન પર સમીક્ષા કરી. દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત અગાઉ ડોક્ટર હર્ષવર્ધને તમામ પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી. 

Corona Latest Update: આવતી કાલથી સમગ્ર દેશમાં Corona Vaccine ની ડ્રાય રન

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને આજે ચાર રાજ્યોમાં વેક્સિન (Corona Vaccine) ની ડ્રાય રન પર સમીક્ષા કરી. દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત અગાઉ ડોક્ટર હર્ષવર્ધને તમામ પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી. 

આવતી કાલથી 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રસીની ડ્રાય રન
ચાર રાજ્યોમાં રસીની ડ્રાય રન અંગે થયેલી સમીક્ષા બેઠકમાં ડો.હર્ષવર્ધને કહ્યું કે અમને રાજ્યો પાસેથી રસી અંગે ફીડબેક મળી રહ્યા છે અને અમે તેના આધારે જરૂરી સુધાર પણ કર્યા છે. આવતી કાલથી 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રસીની ડ્રાય રન શરૂ થશે. 

સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે મહારાષ્ટ્ર, કેરળ અને છત્તીસગઢમાં કોરોના વાયરસના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. જે આપણા માટે  ચેતવણી છે કે આપણે સુરક્ષાના ઉપાયોને ન ભૂલીએ અને કોવિડ 19 વિરુદ્ધ આપણી લડત ચાલુ રાખીએ. 

— ANI (@ANI) January 7, 2021

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે રિસર્ચ કાર્યથી લઈને રસી સુધી, આપણે ખુબ યાત્રા કરી. બે  રસીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે. જલદી રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ભારતમાં 10 રસી બની રહી છે. જેમાંથી 7ની ક્લિનિકલ ટ્રાયલ ચાલુ છે. જ્યારે 2ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. 

અત્રે જણાવવાનું કે 29 ડિસેમ્બરના રોજ ડ્રાય રન 4 રાજ્યોના 7 જિલ્લામાં કરવામાં આવી હતી. જેના આધારે દોઢ સો પાનાની ગાઈડલાઈન બનાવીને સમગ્ર દેશના સ્થાનિક પ્રશાસનને આપી દેવાઈ છે. ત્યારબાદ 2 ડિસેમ્બરના રોજ તમામ રાજ્યોના 125 જિલ્લાઓમાં ડ્રાય રન ચલાવવામાં આવી. જેમાં 285 સ્થળોની પસંદગી થઈ હતી. 

— ANI (@ANI) January 7, 2021

છેલ્લી વ્યક્તિ, છેલ્લા કિલોમીટર સુધી રસી પહોંચાડવાની જવાબદારી
કોવેક્સિન અને કોવિશીલ્ડના વિતરણ માટે 4 મહિના અગાઉ જ ડો. બી કે પાલ સદસ્ય નીતિ આયોગની અધ્યક્ષતામાં એક્સપર્ટ ગ્રુપની રચના કરવામાં આવી હતી. તેની જ જવાબદારી છે કે છેલ્લી વ્યક્તિ અને છેલ્લા કિલોમીટર સુધી આ રસીને પહોંચાડવામાં આવે. જેમાં 5 રાજ્યોના એક્સપર્ટ પ્રતિનિધિ અને અન્ય મહત્વપૂર્ણ સદસ્ય પણ સામેલ છે. 

— ANI (@ANI) January 7, 2021

રસીની ઉત્પાદન ક્ષમતાના આધારે સમગ્ર દેશમાં એક સાથે રસીકરણ કરવું શક્ય નથી, આથી અમે ઉત્પાદન ક્ષમતાના આધારે સમૂહોની પસંદગી કરી છે જેમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કામ કરતા ફ્રન્ટલાઈન વર્કર્સ, પોલીસ અને સૈનિક દળો, હોમગાર્ડ સિવિલ ડિફેન્સ, મ્યુનિસિપલ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલા વોલિન્ટિયર અને અન્ય બળો સામેલ છે. 

ટ્રેનિંગ કાર્યક્રમ અંતિમ તબક્કામાં
ત્યારબાદ 50 વર્ષથી ઉપરના લોકોને અને અન્ય બીમારીઓથી પીડિત વ્યક્તિ કે જેમની સંખ્યા લગભગ 27 કરોડ છે તેમને રસી આપવામાં આવશે. કોલ્ડ સ્ટોરેજ વ્યવસ્થા માટે તમામ સંસાધનો ભેગા કરાયા છે. ટ્રેનિંગ કાર્યક્રમ પણ પોતાના અંતિમ તબક્કામાં છે. અમે રાજ્ય પ્રશાસન અને સ્થાનિક પ્રશાસનને અપીલ કરીએ છીએ કે જે પણ ટ્રેનિંગની જરૂરિયાત હોય  તે સમય પર પૂરી કરી લેવામાં આવે. 2.3 લાખ સ્વાસ્થ્ય કેન્દ્રોને તેની સાથે જોડવામાં આવશે. 

મહામારીના સમયમાં પણ પલ્સ પોલિયો અભિયાન ચાલતું રહેશે. જ્યારે જાન્યુઆરી 2011થી ભારતમાં કોઈ કેસ મળ્યો નથી. આમ છતા પાડોશના 2 દેશમાં 123 પલ્સ પોલીયોના કેસ આવી ચૂક્યા છે. આથી 17 જાન્યુઆરીના રોજ આ દેશવ્યાપી અભિયાન પલ્સ પોલીયો માટે પણ ચલાવવામાં આવશે. 

Total cases: 1,03,95,278

Active cases: 2,28,083

Total discharges: 1,00,16,859

Death toll: 1,50,336 pic.twitter.com/6tTfdMLKlB

— ANI (@ANI) January 7, 2021

દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,346 નવા દર્દીઓ
દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 20,346 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 1,03,95,278 પર પહોંચી ગયો છે. જેમાંથી 2,28,083 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 1,00,16,859 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 222 લોકોના જીવ ગયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,50,336 પર પહોંચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news